ઇંગ્લેન્ડનાં દંપતીએ ફર્નિચર આકારમાં છોડ ઉગાડ્યા, કિંમત 8થી 11 લાખ રૂપિયા
  • 5 years ago
ઇંગ્લેન્ડનું દંપતી ફર્નિચર આકારમાં છોડ વાવે છે ગેવિન અને એલિસ પોતાના આ ટેલેન્ટથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે તેમણે અત્યાર સુધી કુલ 250 ખુરશી અને 50 ટેબલ બનાવ્યા છે આ રીતે ફર્નિચર તૈયાર કરવામાં લાકડાંને ઓછું છોલવું પડે છે આ રીત પાછળ દંપતીની હેતુ છે કે, 50 વર્ષ જૂનાં વૃક્ષને કાપીને ફર્નિચર બનાવ્યા કરતાં તેને ફર્નિચર આકારમાં જ ઉગાડવામાં આવે

ગેવિને કહ્યું કે, આ ફર્નિચર 3ડી પેન્ટિંગની જેમ છે તેને અલગ-અલગ આકાર આપવામાં આવે છે હું જ્યારે નાનો હતો ત્યારે મેં બોન્સાઈનો છોડ ખુરશીના આકારમાં ઉગેલો જોયો બસ તે જોઈને મને આ રીતે છોડ વાવવાનો આઈડિયા આવ્યો હતો ગેવિને આ પ્રયોગની શરૂઆત વર્ષ 2006માં કરી હતી તેણે પ્રથમ ઘરની જમીન પર બે ખુરશી વાવી હતી વર્ષ 2012માં એલિસ સાથે લગ્ન કર્યા પછી બંનેએ મળીને કંપની ખોલી એક વર્ષે તેમણે મહેનતે વાવેલા છોડને ગાય ખાઈ ગઈ હતી
Recommended