ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બસનું ટાયર ફાટ્યું, બસ સ્પીડમાં હોત તો મોટી દુર્ઘટના બની હોત

  • 5 years ago
સુરતઃ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ટી-ટવેન્ટી મેચનું શુકવારે સમાપન થતા શનિવારે સવારે ભારતીય મહિલા કિકેટ ટીમના પ્લેયરો,ડોકટર,મેનેજર અને કોચ સાથે બસમાં બેસીને વડોદરા જવા માટે નીકળ્યા હતા તેવામાં રસ્તામાં નાના વરાછા બ્રીજ પરથી બસ પસાર થતી હતી તે વેળા અચાનક બસનું પાછલા - ટાયર ફાટતા તેમાં બેઠેલા પ્લેયરોનો ચમત્કારિક બચાવ થયો હતો કદાચ બસ સ્પીડમાં હોત તો મોટી દુધર્ટના પણ થવાની સંભાવના હોત ! સુરતથી સવારે બે બસો સવારે વડોદરા જવા માટે નીકળી હતી જેમાં એક બસમાં ભારતીય મહિલા કિકેટ ટીમ, ડોકટર, મેનેજર અને કોચ સહિત 22 જણા હતા એક કલાક પછી બીજી બસની વ્યવસ્થા કરી તમામને બીજી બસમાં શીફટ કરવામાં આવ્યા હતા