ગાંધીનગરમાં એકના 3 ગણાંની લાલચે છેતરનારા 4 ઝડપાયા

  • 5 years ago
ગાંધીનગર: અમદાવાદના દલાલને એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને ચાર શખ્સોએ રૂપિયા એક લાખ લઇને નકલી નોટોનો છ બંડલ આપીને છેતરપિંડી કરનાર ચાર શખસોને પોલીસે ઝડપી લઇને રોકડ રૂપિયા, ત્રણ નંગ મોબાઇલ અને કાર સહિત કુલ રૂપિયા 402 લાખનો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેક્ટર-21 આર વર્લ્ડની સામેની ચાની કિટલી ઉપર રૂપિયા એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને દલાલની સાથે છેતરપિંડીના ગૂનાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને સંડોવાયેલા ચાર શખસોને ઝડપી પાડ્યા છે