રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી 176 બેરોજગાર પાસેથી 36 લાખ રૂપિયાની ઠગાઇ, 5 ઝડપાયા

  • 5 years ago
વડોદરા: રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને 176 બેરોજગારો સાથે રૂપિયા 3635 લાખની ઠગાઇ કરનાર ભેજાબાજ ટોળકીના 5 સાગરીતોને વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડ્યા છે પોલીસે વાઘોડિયા સ્થિત તેમની ઓફિસમાં બોગસ એપોઇમેન્ટ લેટર, ટ્રેનિંગ સર્ટિફિકેટ, આઇ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે

એક આરોપી સરકારી કર્મચારી હોવાનું ખુલ્યું
વડોદરા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચએમચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પ્લેક્ષના બીજા માળે 210 નંબરમાં શ્રીજી એજ્યુકેશન નામની ઓફિસ શરૂ કરીને ભેજાબાજો તુષાર યોગેશભાઇ પુરોહિત (રહે267, અમૃતવિલા એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ), અનિલ મનુભાઇ પટેલ (રહે પટેલ ફળિયું, સયાજીપુરા, વડોદરા), શૈલેષ મનુભાઇ સોની (રહે 202, સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ નંબર-3, વાઘોડિયા રોડ, વડોદરા), સુરસિંગ મનસુખ રાઠવા (રહે5, બાબાદેવનગર સોસાયટી, બાપોદ ગામ, વડોદરા, મૂળ શીલોજ ગામ, છોટાઉદેપુર) અને મનોજ દેવાભાઇ વણકરે (રહે101, ઓર્ચિડ બંગલોઝ, અક્ષર ચોક, વડોદરા) રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી 176 યુવાનો સાથે રૂપિયા 3635 લાખની છેતરપિંડી કરતા હતા આ ટોળકી પૈકી એક ભેજાબાજ સરકારી કર્મચારી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે પોલીસે તેઓની ઓફિસમાંથી વિવિધ દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે

Recommended