AMTSમાં ટિકિટમાં કટકી કૌભાંડ, કંડક્ટરે 40 મુસાફરો પાસેથી પૈસા પડાવી ટિકિટ ન આપી

  • 5 years ago
અમદાવાદ: AMTS બસમાં મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લઈ અને ટિકિટ ન આપી રૂપિયા ઘરભેગા કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે કંડકટરે બસમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી પૈસા લઈ ટિકિટ આપી ન હતી AMTS ફ્લાઈંગ સ્ક્વોડનું ચેકિંગ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી હાલમાં કંડક્ટર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ કરતી AMTS બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ નહીં આપી પૈસા પડવાવાનો કિસ્સો સામે આવ્યો છે બસમાં વગર ટિકિટ મુસાફરી કરતા લોકોને પકડવા કાર્યરત AMTSની ફલાઈંગ સ્ક્વોડની ટીમે આજે વહેલી સવારે સાયન્સ સીટી પાસેથી પસાર થતી કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ રૂટની બસને અટકાવી ચેકિંગ કર્યું હતું