નાગરિક્તા કાયદાના વિરોધ પર પહેલી કાર્યવાહી,28 લોકોને 14.86 લાખ રૂપિયાની નોટિસ

  • 4 years ago
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક દેખાવો, તોડફોડના કેસમાં યોગી સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું થે રામપુરમાં 28 લોકોને તંત્રએ 1486 લાખ રૂપિયાની સંપત્તિને નુકસાન પહોચાડવાની નોટિસ આપી છે પ્રશાસને નોટિસમાં પુછ્યું છે કે સંપત્તિને નુકસાન પહોંચાડવાના બદલામાં તેમની પાસે વસુલાત કેમ ન કરવી જોઈએ? પ્રશાસને જે લોકોને સંપત્તિ નુકસાનના આરોપી ગણાવ્યા છે તેમાં ફેરીવાલા, મજૂરી કરનારો વર્ગ પણ સામેલ છે

આ પહેલા લખનઉમાં પણ હિંસક દેખાવો વખતે 100થી વધારે લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસમાં નોટિસ ફટકારાઈ છે રાજ્યના 22 જિલ્લામાં નાગરિકતા કાયદા વખતે થયેલા હિંસા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જે લોકોએ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેમની સંપત્તિ જપ્ત કરીને વસુલાત કરવામાં આવશે

Recommended