એક વર્ષ પહેલા ગુમ થયા બાદ અઢી મહિના અગાઉ પરિવારે આધેડના અંતિમ સંસ્કાર કર્યાં

  • 5 years ago
વડોદરાઃ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામમાં રહેતા ફતેસિંગ પરમાર એક વર્ષ પહેલાં ઘરેથી કંઇ પણ કહ્યા વિના જ ચાલ્યા ગયા હતા અને અઢી પહેલાં 21 જુનના રોજ ગોધરા પાસે આવેલા ટીમ્બા રેલવે બ્રિજની બાજુમાંથી એક મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહની પરિવારે ઓળખ કર્યાં બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એક વર્ષ પહેલાં ગુમ થયેલા પરિવારના મોભીના મોતના સમાચારથી પરિવાર દુઃખી હતો અને તેમના ગુમ થયાને એક વર્ષ થયું હોવાથી આજે વરસીની વિધિ કરવાની હતી તે સમયે જ પરિવારના સંબંધીએ પરિવારને જાણ કરી હતી કે, ફતેસિંહ તો જીવે છે અને મારી નજર સામે જ છે આ સમાચાર મળતા જ પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ હતી અને સૌના આંખોમાંથી આંસુ આવી ગયા હતા

Recommended