અરવલ્લીના માર્ગો પર ગૂંજ્યા‘બોલ માડી અંબે ’ના નાદ, મધ્ય ગુજરાતના સંઘો અંબાજી ભણી

  • 5 years ago
ભિલોડા:‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફથી નીકળેલા પદયાત્રા સંઘો અરવલ્લી જિલ્લામાં પહોંચ્યા છે માર્ગો પર પદયાત્રીઓની ભીડ છે અને કલાત્મક રથ લઈ હાથમાં ધજા સાથે એક અનેરી શ્રદ્ધા અને ભાવ પૂર્વક અંબાજી તરફ સંઘો જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીઓની સેવા માટે જિલ્લામાં ઠેરઠેર વિસામા શરૂ કરાયા છે માલપુરના મોરડુંગરી, ટીસ્કી અને જાલોડર ગામે વિસામા શરૂ કરાયા છે અહીં પદયાત્રીઓને ચા નાસ્તો અને ભોજન સાથે રહેવા સુવાની સુવિધા આપવામાં આવી રહી છે