સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ટિકિટોના બારકોડ રીડ ના થતા પ્રવેશ અટક્યો, પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

  • 5 years ago
કેવડિયા:સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર તાજેતરમાં કરોડોના ખર્ચે બારકોડ રીડર સાથે એન્ટ્રન્સ બનાવવામાં આવ્યો છે અને સ્ટેચ્યૂની ઓનલાઈન ટિકિટ હોય કે ઓફલાઈન બારકોડવાળી ટિકિટ હોય છે જે ટિકિટ બારકોડ રીડ કરે એટલે પ્રવાસીઓને પ્રવેશ અપાય છે ગત રોજ શુક્રવારના દિવસે પણ પ્રવાસીઓની સંખ્યા 10 હજાર જેટલી હતી અને જેને લઈને લાંબી લાઈનો પણ લાગી હતી ત્યારે સવારે ચાર-પાંચ પ્રવાસીઓએ ટિકિટ બારી પરથી 380 રૂપિયા વાળી ટિકિટ લીધી જેમાં એન્ટ્રી પોઇન્ટ ટિકિટ મેચના થયો એટલે ત્યાં ચેકીંગ કરનાર સિક્યુરિટીએ આ પ્રવાસીઓને અટકાવી દીધા હતા આમ બે-ત્રણ કેશ ઊભા થયા એટલે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો આ ઘટનાની જાણ થતા જ ટિકિટ એજન્સીના સંચાલક દોડી આવ્યા બાદમાં SOUના અધિકારીઓ પણ દોડી આવ્યા અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે ત્યારબાદ સમાધાન કરીને પોલીસે જવા દીધા