કતારગામ દરવાજા નજીક રસ્તા પર દોડતી રીક્ષા ખાડાઓના કારણે પલટી મારી ગઈ

  • 5 years ago
સુરતઃકતારગામ દરવાજા નજીક એક રીક્ષા પલ્ટી મારી જતા લોકો દોડી આવ્યાં હતા વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં બે લોકોને સામન્ય ઇજા થઈ હતી જોકે ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રીક્ષા નીચે ફસાયેલા બન્ને યુવકો અને એક મહિલાને બહાર કાઢવામાં સફળ રહ્યા હતાં ત્યારબાદ રીક્ષાને ઉભી કરવામાં આવી હતી આખી ઘટના નજીકના CCTV માં કેદ થઈ જતા તાજેતરમાં એક સ્કૂલની ચાલુ રીક્ષામાંથી બહાર ફેંકાઈ ગયેલા વિદ્યાર્થીની ઘટના તાજી થઈ ગઈ હતી

Recommended