જીવ જોખમમાં નાખીને પણ એકલાહાથે 6 ફસાયેલાઓનું રેસ્ક્યુ કર્યું

  • 5 years ago
મહારાષ્ટ્રના મુંબઈમાં પડેલા અતિભારે વરસાદના કારણે મુંબઈવાસીઓ તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, સાથોસાથ પુણે પાસે આવેલાલોનાવાલાના ભુષી ડેમે પણ જળસ્તર ભયજનક રીતે વટાવતાં જ સહેલાણીઓ પણ ફસાયા હતા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા કેટલાકવીડિયોઝમાં જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થતાંની સાથે જ પાણીએ પૂર જેવી સ્થિતી પેદા કરી હતી ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા6થી વધુ સહેલાણીઓ પણ ચીસાચીસો કરીને મદદ માગતા રહ્યા હતા સહેલાણીઓની આવી દયનીય સ્થિતીમાં સ્થાનિકે પણ ડેરિંગ બતાવીનેતેમનું દિલધડક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા લોકોએ પણ પોતાના જીવની ચિંતા કર્યા વિના 6થી વધુ લોકોના જીવ બચાવનાર આસ્થાનિકના વખાણ કર્યા હતા જો કે, ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓને કારણે અગાઉથી ત્યાં પ્રવેશ બંધ કરી દેવાયો હોવા છતાં પણ ત્યાં સુધીઆ મુલાકાતીઓ કઈ રીતે પહોંચ્યા એ પણ ગંભીર સવાલ છે

Recommended