ATMની અંદર ઘૂસ્યો હતો સાપ, પોલીસ જાય તે પહેલાં પ્રાણીપ્રેમીએ કર્યું દિલધડક રેસ્ક્યુ

  • 5 years ago
તમિલનાડુના કોઈમ્બતુરમાં આવેલા પેકામ્મેડુમાં આવેલા IDBI બેંકના એટીએમમાં એક સાપ જોવા મળ્યો હતો ત્યાં બહાર પૈસા ઉપાડવા માટે લાઈનમાં ઉભેલા લોકો પણ આ સાપને જોઈને ડરી ગયા હતા તેમાંથી કોઈએ તત્કાળ આ ઘટના વિશે પોલીસને પણ જાણ કરી હતી જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય મંગળવારે આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે ત્યાં પોલીસ પહોંચીને કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ એક સ્નેક કેચરે ત્યાં જઈને દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું ભારે જહેમત બાદ તેણે સાપને સર્વર પાસેથી પકડી લીધો હતો જે બાદ તેણે આ સાપને સહીસલામત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો તમને જણાવી દઈએ કે ગઈકાલે જ કેરળના એક મતદાન મથકમાં પણ સાપ દેખાતાં ત્યાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સૌથી નવાઈની વાત એ હતી કે તે સાપ ઈવીએમમાંથી નીકળ્યો હતો

Recommended