કૂવામાં વલખાં મારતા દીપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

  • 5 years ago
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એક દીપડો કૂવામાં પડી ગયો હતો સ્થાનિકોએ અંદર જીવ બચાવવા માટે વલખાં મારતા દીપડાને બહાર કાઢવા માટે વાઈલ્ડલાઈફની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમે જે કુનેહપૂર્વક આ દીપડાને કૂવામાંથી બહાર નીકાળ્યો હતો તેનો દિલધડક વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો વાઈલ્ડલાઈફ એસઓએસ શિરૂર રેંજ રેસ્ક્યુની ટીમે આ ચાર વર્ષના દીપડાને કૂવામાંથી બહાર નીકાળ્યો હતો આ આખી ઘટના શિરૂર તાલુકાના ફક્તે ગામની છે દીપડાનું રેસ્ક્યુ કરાયા બાદ તેને જૂન્નરમાં આવેલા માનિકદોહ લેપર્ડ રેસ્ક્યુ સેંટરમાં સારવાર માટે મોકલી દેવાયો છે તો જોઈ લો આ વીડિયોમાં કે રેસ્ક્યુ ટીમે તેને બચાવવા માટે પાણીની અંદર ગોઠવેલા ઓટોમેટિક પાંજરામાં કઈ રીતે પૂર્યો હતો

Recommended