કારના ડેશબોર્ડમાં સંતાઈને યૂરોપમાં ઘૂસે તે પહેલાં જ પકડાયો, ચારેયની દયનીય હાલત હતી

  • 5 years ago
મોરોક્કો પોલીસે યૂરોપમાં ગેરકાયદે રીતે ઘૂસવા માગતા ચારેક લોકોને પકડ્યા હતા મોરોક્કો અને સ્પેનમાં આવેલા મેલિલ્લાના રસ્તે આ અલગ અલગ એમ ચાર કારમાં ચાર લોકો જોખમી રીતે સંતાઈને ઘૂસવા જતાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા સ્પેન સિવીલ ગાર્ડના અધિકારીઓએ શંકાના આધારે કારને પકડીને તેની જડતી લીધી હતી કારના ડેશબોર્ડમાંથી એક 20 વર્ષનો યુવક નીકળતાં જ પોલીસ પણ ચમકી હતી બાદમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાને કડક કરીને અન્ય ત્રણ કારમાંથી બીજા ત્રણને આ રીતે જ ઘૂસ મારતા પકડ્યા હતા આ બધા અલગ અલગ કારમાં અલગ અલગ જગ્યાએ સંતાઈને પોલીસની આંખોમાં ધૂળ નાખીને યૂરોપમાં પ્રવેશવા માગતા હતા તેઓએ આ માટે જોખમી કહી શકાય તેવો માર્ગ પણ અખત્યાર કર્યો હતો કોઈ કારના ડેશબોર્ડમાં તો કોઈ કારના એન્જિન કમ્પાર્ટમન્ટમાં સંતાયું હતું પોલીસે જ્યારે તેમને પકડ્યા ત્યારે તેમની હાલત પણ ગંભીર જણાતી હતી કારની અંદર કલાકો સુધી સંતાઈ રહેવાથી તેઓ ગૂંગળામણ, બેભાનાવસ્થા અને શરીરના દુખાવાથી પીડાતા હતા અધિકારીઓએ તેમને તત્કાળ સારવાર માટે દાખલ કર્યા હતા તો સાથે જ આ લોકોને આ રીતે ગેરકાયદે યૂરોપમાં ઘૂસાડવા માટે મદદગારી કરીનાર અન્ય ત્રણ મોરોક્કોના નાગરિકોની પણ ધરપકડ કરી હતી

Recommended