24 માળની 99 મીટર ઊંચી લાકડાની ઇમારત બની, જેમાં 150થી વધુ રૂમ છે

  • 5 years ago
ચીનના ગુઇઝોઇ પ્રાંતના યિંગશાન શહેરમાં લાકડાની બિલ્ડીંગ બની છે અહીં એક બિલ્ડરે 24 માળની ઇમારત બનાવી છે તે 999 મીટર ઊંચી છે તેમાં 150થી વધુ રૂમ છે

ઇમારત સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે તેની છત અને દીવાલો લાકડાની બનેલી છે જ્યારે પિલર્સમાં કોંક્રીટનો ઉપયોગ કરાયો છે ઇમારત બનાવવા દેવદારનું લાકડું ઉપયોગમાં લેવાયું છે છતના ઉપરના ભાગમાં કબેલૂ અને દેવદારની છાલનો ઉપયોગ કરાયો છે જોકે, હજુ સુધી આ ઇમારત સંપૂર્ણપણે ખાલી છે પણ તેને લોકોના ઉપયોગ માટે ખોલી દેવાઇ છે તેને જોવા માટે આસપાસના લોકો અને વિદેશી પર્યટકો પહોંચી રહ્યા છે આર્કિટેક્ટ સુઇ હેંગએ જણાવ્યું કે, બિલ્ડિંગ બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો છે તેની ડિઝાઇન ત્રણ વર્ષ અગાઉ ફાઇનલ કરી લેવાઇ હતી પણ તૈયારીમાં જ એક વર્ષ લાગી ગયું

Recommended