રાજકોટમાં ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યુ- રામ મંદિર તો બની રહ્યું છે પણ રામ રાજ્ય ક્યાં?

  • 4 years ago
રાજકોટ:આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નેતા ડૉ પ્રવીણ તોગડિયાઓ રાજકોટ ખાતે ગરીબો માટે એક મુઠ્ઠી અનાજ અભિયાન શરૂ કરવા દરમિયાન રામ મંદિર ટ્રસ્ટમાં સમાજના તમામ વર્ગનો લોકોનો સમાવેશ કરવા તથા સરકારે શરણાર્થી કાશ્મીરી હિન્દુોઓની ઘરવાપસી કરાવવી જોઇએ તેમ જણાવ્યું હતું
ટ્રસ્ટમાં અયોધ્યાના સાધુ-સંતોનો પણ સમાવેશ કરવો જોઈએ
અયોધ્યામાં રામ મંદિર મુદ્દે ડૉ પ્રવીણ તોગડીયાએ કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે,
રામ મંદિર તો બની રહ્યું છે પણ રામ રાજ્ય ક્યાં? રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલ ટ્રસ્ટમાં ગણ્યા ગાંઠ્યા લોકોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે ખરેખરમાં તો રામ મંદિર આંદોલનમાં કરોડો લોકો જોડાયા હતા તેથી ટ્રસ્ટમાં પણ તમામ સમાજના અને અયોધ્યાના સાધુ-સંતોનો પણ સમાવેશ કરવો જોઈએ, જે સરકારે નથી કર્યો

ભારતના શરણાર્થી કાશ્મીરી હિન્દુઓને 30 વર્ષથી તેમનું ઘર મળ્યું નથી
ડૉ પ્રવીણ તોગડીયાએ CAA અને કાશ્મીરી પંડિતો અંગે નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના શરણાર્થી હિન્દુઓને રક્ષણ આપવા નાગરિકતા સુરક્ષાનો કાયદો બન્યો પરંતુ ભારતના શરણાર્થી કાશ્મીરી હિન્દુઓને 30 વર્ષથી તેમનું ઘર મળ્યું નથી શરણાર્થી હિન્દુઓને ઘર પાછું અપાવી શક્યા નહી તે સરકાર માટે શરમજનક વાત છે

Recommended