ભારત જોડો યાત્રા હોશિયારપુરમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક

  • last year
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં પંજાબમાંથી પસાર થઈ રહી છે. પંજાબમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પાર્ટી ખૂબ જ ચિંતિત છે. દરમિયાન મંગળવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. હોશિયારપુરના દસુહામાં એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચી ગયો અને રાહુલ ગાંધીને ભેટવા લાગ્યો.