રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક છેલ્લો દિવસ, વિજય મંત્ર આપશે PM મોદી

  • last year
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. મંગળવારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે. ચૂંટણી પ્રમુખો પોતપોતાના રાજ્યોના રિપોર્ટ રજૂ કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. પીએમ મોદી ભાજપના કાર્યકરોને આપશે 'વિજય મંત્ર'. ભાજપની નજર માત્ર 2024 પર જ નહીં, પરંતુ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ છે. પીએમ મોદી કાર્યકર્તાઓને ખાસ સંદેશ આપી શકે છે.