કાંઝાવાલા કેસમાં નવા CCTV સામે આવ્યા, અંજલિની મિત્ર ઘટનાસ્થળેથી ભાગતી જોવા મળી

  • last year
દિલ્હીના કાંઝાવાલા કેસમાં બુધવારે વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV અકસ્માત સ્થળથી 150 મીટર દૂર છે. CCTVમાં પીડિતાની મિત્ર નિધિ અકસ્માત બાદ ત્યાંથી ભાગતી જોવા મળે છે. જેમાં સમય રાતના 2.02 કલાકનો જોવા મળે છે. કાંઝાવાલાની ઘટનામાં મૃત્યુ પામેલ 20 વર્ષીય અંજલિ સાથે અકસ્માત સમયે તેની મિત્ર નિધિ હતી જે સ્કૂટી પર સવાર હતી, જેનું નિવેદન મંગળવારે દિલ્હી પોલીસે નોંધ્યું હતું.