નવા વર્ષની શરુઆત સાથે વધશે ઠંડી

  • last year
દેશમાં ઠંડીનો ચમકારો નવા વર્ષની સાથે યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો કહેર વધશે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડી વધવાની શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની હવામાનની આગાહી છે. દિલ્હીમાં તાપમાનનો પારો 8 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તો સાથે ઉત્તર પ્રદેશમાં ઠંડી 10 ડિગ્રીની નીચે જશે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાં 4 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની શક્યતા જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ સિવાય ધુમ્મસના કારણે કેટલીક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે.

Recommended