ગુજરાતમાં કડકડતી ઠંડી, નલિયા ઠંડુંગાર, IMDએ કોલ્ડવેવની આગાહી કરી

  • last year
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સસત ગગડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડતાં લોકોને હવે ગરમ કપડાં પહેરવા પડ્યાં હતા. દિવસ દરમ્યાન શહેરમાં ઠંડો પવન ફૂંકાતા કાતિલ ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદ સહિત રાજ્યના 10થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અથવા તેનાથી પણ નીચું નોંધાયું હતું. બીજીબાજુ કચ્છના નલિયામાં હાડ થીજવતી ઠંડી શરૂ થઇ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 4.9 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં બે દિવસ પહેલાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી હતું અમે 5.3 ડિગ્રી જેટલો પારો ગગડ્યો છે.

Recommended