દેશભરમાં BF.7 એલર્ટ: PM મોદીએ હાઇ લેવલ બેઠક બોલાવી

  • last year
ચીન, અમેરિકા અને જાપાન સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. આની પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી. કોરોના ફરી એકવાર ડરાવા લાગ્યો છે. ચીનથી લઈને જાપાન અને અમેરિકા સુધી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. તેને લઈને હવે ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનમાં ખળભળાટ મચાવનાર કોરોના વાયરસના 4 કેસ ભારતમાં નોંધાયા છે. BF.7 કોવિડ વેરિઅન્ટના આ કેસો ગુજરાત અને ઓડિશામાંથી નોંધાયા છે. ચીનની જેમ કેન્દ્ર સરકારે પણ ભારતમાં સ્થિતિ નિયંત્રણની બહાર ન જાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યોને અનેક સૂચનાઓ આપી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના દ્વારા નોંધાયેલા તમામ કેસોના નમૂના INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવા જણાવ્યું હતું.

Recommended