ડૉ.જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને જીતાડવા અપીલ કરી

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. હાલ ગુજરાતની રાજનીતિમાં વળાંક આવી રહ્યા છે. જી હા સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવા મળ્યો.

રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ.જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં જોવા મળ્યા. ડૉ.જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી છે. ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી.

Recommended