બ્રિટનના PM બનીને સુનકે તોડયુ ગોરાઓનું ઘમંડ, અંગ્રેજોને યાદ રહેશે તસવીર

  • 2 years ago
અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ શાસન કર્યું અને અનેક અત્યાચારો કર્યા. તે સમયે દરેક શહેરમાં એક ક્લબ હતી જેની બહાર બોર્ડ હતું. આ બોર્ડ પર લખવામાં આવતું હતું કે, 'ભારતીય અને કૂતરાઓને મંજૂરી નથી' એટલે કે ગોરાઓ માટે ભારતીયો અને કૂતરા વચ્ચે કોઈ તફાવત નહોતો. પરંતુ સમયનો વળાંક જુઓ, એક ભારતીયે આ ગોરાઓના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું છે. 24 ઓક્ટોબરે ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા અને 10 ડાઉનિંગ સ્ટ્રીટની ચાવી તેમના હાથમાં આવી. ત્યારબાદ સુનકે જે તસવીર શેર કરી છે તે ખૂબ જ દર્દનાક છે.

સુનક, નોવા અને અક્ષતા
બ્રિટનના પીએમ સુનક પાસે નોવા નામનો પાલતુ કૂતરો છે. તેમણે સોમવારે ડાઉનિંગ સ્ટ્રીટમાં સુનક પરિવાર સાથે વિશ્વને તેમની પ્રથમ ઝલક આપી. બ્રિટિશ મીડિયા માટે તે ક્યૂટ ફોટો હતો પરંતુ ભારતમાં જે લોકોએ આ ફોટો જોયો તેમણે સુનક માટે હજારો પ્રાર્થનાઓ કરી. સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ નોવાને લઇને ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ્યા.

Recommended