શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પીરસાતા ભોજનની મંત્રી બ્રિજેશ મેરજાએ ચકાસણી કરી

  • 2 years ago
ગાંધીનગર ખાતેના ઘ-2 કડિયાનાકા પાસે શ્રમ‌ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને પીરસવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી. રાજ્યમાં જુદા જુદા 22 કાડિયાનાકાઓ પર પૌષ્ટિક ભોજન માટે કાઉન્ટર શરૂ કરાયા છે. માત્ર 5 રૂપિયામાં શાક, રોટલી, કઠોળ, ભાત, અથાણું અને ગોળ તેમજ અઠવાડિયામાં એક વાર સુખડી પીરસવામાં આવે છે. આગામી સમયમાં રાજ્યના 30 જિલ્લાઓમાં 140 જેટલી જગ્યાઓ પર પૌષ્ટિક ભોજન માટેના તબક્કાવાર કાઉન્ટર શરૂ કરાશે. રાજ્યમાં હાલ 22 કાઉન્ટરના માધ્યમથી અંદાજે 3 હજાર શ્રમિકો પૌષ્ટિક ભોજન મેળવી રહ્યા છે. બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને 5 રૂપિયાના ટોકન એમાઉન્ટ પર પૌષ્ટિક ભોજન મળે એ સરકારનો ઉદ્દેશ છે.

Recommended