'મેથ્યૂ વેડ' વિવાદમાં આકાશ ચોપડાની એન્ટ્રી, અંગ્રેજ ખેલાડીઓનો કલાસ લીધો

  • 2 years ago
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડી મેથ્યુ વેડે પોતાના એક્શનથી ક્રિકેટ જગતને શર્મસાર કરી નાખ્યું હતું. વાસ્તવમાં મેચ દરમિયાન મેથ્યુ વેડે ઈંગ્લિશ બોલર માર્ક વુડને આઉટ થવાથી બચવા માટે ધક્કો માર્યો હતો. ઇંગ્લિશ ટીમે વેડ સામે 'ઑબ્સ્ટ્રક્ટિંગ દ ફીલ્ડ'ની અપીલ કરી ન હતી, તેથી મેદાન પરના અમ્પાયરોએ મામલો થર્ડ અમ્પાયરને મોકલ્યો નહીં. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે વેડે જાણીજોઈને આવી હરકત કરી હતી.

હવે ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પણ આ ઘટનાને લઈને ટ્વિટ કરી છે. જોકે વેડને બદલે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો આકાશ ચોપરાના નિશાના પર હતા. આકાશ ચોપરાએ મેથ્યુ વેડનો એક વીડિયો રિટ્વીટ કરીને લખ્યું, 'શું ખેલદિલીની તરફેણ કરનારા આપણા અંગ્રેજ મિત્રો આના પર ચૂપ છે?' નોંધનીય છે કે ભૂતકાળમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ અને પત્રકારોએ ચાર્લી ડીન સામે દીપ્તિ શર્માના માંકાડિંગ રનઆઉટ કરવા પર ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ અને પત્રકારોએ ટીમની ખેલ ભાવના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Recommended