ભારતમાં બનેલી દવા ગેમ્બિયા સરકારે ઘરે-ઘરે જઈ પરત લીધી

  • 2 years ago
ગેમ્બિયાએ ભારતમાં બનતા સીરપ સામે મોટું પગલું ભર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચેતવણી બાદ પશ્ચિમ આફ્રિકાના નાના દેશ ગેમ્બિયાએ ભારતમાં બનેલા દવાને પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ગેમ્બિયાએ કફ સિરપને તાત્કાલિક પાછી ખેંચવા માટે ડોર-ટુ-ડોર ઝુંબેશ શરૂ કરી છે જે કિડનીને નુકસાનને કારણે 60 થી વધુ બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. આરોગ્ય નિર્દેશક ડૉ. મુસ્તફા બિટ્ટેએ પુષ્ટિ કરી કે બાળકોનું મૃત્યુ કિડનીની જીવલેણ ઈજાને કારણે થયું છે, જે દેશ અને સમગ્ર વિશ્વમાં 2.4 મિલિયન લોકો માટે શોકજનક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ મૃત્યુને લઈને ચેતવણી જાહેર કરી છે.

Recommended