અર્થતંત્રમાં સપ્ટેમ્બરમાં તેજી : પેટ્રોલ, ડિઝલ, LPG, ATFની માંગમાં ધરખમ વધારો નોંધાયો

  • 2 years ago
પેટ્રોલિયમ ઉદ્યોગના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 13.2 ટકા વધીને 26.5 લાખ ટન નોંધાયું છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 23.4 લાખ ટન હતું. તો કોવિડ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત સપ્ટેમ્બર 2020ની તુલનામાં પેટ્રોલનું વેચાણ 20.7 ટકા વધારે નોંધાઈ છે. જોકે ઓગસ્ટ 2022ની સરખામણીએ સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 1.9 ટકા ઘટ્યું હતું.

Recommended