PM મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે. જેમાં સુરત એરપોર્ટથી હેલીકોપ્ટરમાં લીંબાયત જશે. તેમજ ગોડાદરામાં PM મોદીનું હેલીકોપ્ટર લેન્ડ કરશે. તથા હેલીપેડથી સભા સ્થળ

સુધીનો રોડ-શો કરશે. તેમજ રૂ.3400 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવાના છે.

ગોડાદરામાં લેન્ડ કરશે PM મોદીનું હેલીકોપ્ટર

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સાથે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. ગોડાદરાની મહર્ષિ આસ્તિક

સ્કૂલમાં હેલીપેડ બનાવાયું છે. તથા હેલીપેડથી સભા સ્થળ સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ-શો કરશે. તેમજ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.

જેમાં નીલગીરી મેદાન જાહેરસભા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ભવ્ય સ્ટેજ, મંડપ, બેરિકેટિંગ પર ડોક સ્ક્રોટ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.

59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

પીએમની સભા સ્થળે 18 જેટલી પાર્કિંગમાં 27 જેટલી ફાયર ફાઈટર સ્ટેન્ડબાય છે. તેમજ સભા સ્થળે 20 જેટલી LED લગાડવામાં આવી છે. તથા એક લાખથી વધુ લાભાર્થીઓ સહિત

તમામ મહાનુભવો સભામાં ઉપસ્થિત રહેશે. તેમજ રસ્તા, પાણી પુરવઠા, ગટર યોજના, આવાસો સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં

આવશે.

Recommended