અંબાજી ચાચર ચોકમાં 1111 દિવાની આરતીનો ઝગમગાટ

  • 2 years ago
નવરાત્રી ના પ્રથમ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આદિવાસી કન્યાઓ દ્વારા 1111 દિવાની આરતી કર્યા બાદ ખેલૈયાઓની રમઝટ જામી હતી.

શક્તિની નગરી અંબાજીમાં નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે. તો મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબાના દરબારમાં માતાજીના દિવ્ય દર્શન કરવા આવ્યા હતા. માં જગત જનની અંબાના આર્શીવાદ મેળવ્યા બાદ માતાજી ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરમાં ઘટ સ્થાપના વૈદિક મંત્રો સાથે ઘટ સ્થાપના વિધિ કરી જવેરા વાવવામાં આવ્યા હતા.