ગાંધીનગરમાં મેયર કોન્ફરન્સમાં વડાપ્રધાનનું સંબોધન

  • 2 years ago
મેયર કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં મેયર માટેના આ કાર્યક્રમની કલ્પના કરવા બદલ જે.પી. નડ્ડાને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે નાગરિકનો સરકાર સાથે પહેલો સંબંધ સ્થાનિક બોડી સાથે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાને નાગરિકોની સુવિધાની જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાને જાહેરાત કરતા કહ્યું હતું કે 25 વર્ષ માટે શહેરી વિકાસનો રોડમેપ બનાવવામાં આવશે. અને શહેરી વિકાસ આયોજનબદ્ધ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.