જાણો ટ્વીટરના વન વર્ડ ટ્વીટ વિશે.....

  • 2 years ago
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તમામ પ્રકારની માહિતી શેર કરવા માટે ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવે છે. માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. અત્યારે ટ્વિટર પર 'વન વર્ડ ટ્વિટ'નો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં ફેમસ સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ પણ ટ્વિટ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પણ 'Cricket' લખીને એક ટ્વિટ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને 'Democracy' લખીને ટ્વિટ કર્યું. અત્યાર સુધી આવા લાખો ટ્વીટ થઈ ચૂક્યા છે.
અમેરિકન ટ્રેન સર્વિસ સાથે જોડાયેલી કંપની Amtrak એ સૌથી પહેલા એક ટ્વિટ કર્યું. આ ટ્વિટ શુક્રવાર 2 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં કંપનીએ માત્ર 'ટ્રેન' શબ્દ લખ્યો છે. આ ટ્વિટ સામે આવ્યા બાદ ટ્વિટર પર નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. એમટ્રેકની ટ્વિટ ઝડપથી વાયરલ થઈ; લગભગ 1,50,000 લાઈક્સ અને 20,000 રી-ટ્વીટ હતી.

યુએસ સ્પેસ એજન્સી નાસાએ ટ્વિટ કર્યું 'Universe', આઈસીસીએ ટ્વિટ કર્યું 'Cricket', , સ્ટારબક્સે એક શબ્દ ટ્વીટ કર્યો - 'Coffee' . ઝેલેન્સ્કીએ પણ એક શબ્દ ટ્વીટ કર્યો હતો જેમાં લખ્યું હતું સ્વતંત્રતા. આ સિવાય ગૂગલ મેપ્સ અને WWE જેવી સંસ્થાઓ પણ આ વન વર્ડ ટ્વીટ ટ્રેન્ડમાં જોડાઈ છે.

Recommended