વિદેશમાં ભારતીયો જાતિવાદનો શિકાર?

  • 2 years ago
વિદેશમાં ભારતીયો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેમના પર દરરોજ જાતિવાદી ટિપ્પણીઓ થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જેના વીડિયો પણ વાયરલ થયા છે. તાજેતરનો કેસ પોલેન્ડનો છે. અહીં પણ એક અમેરિકન નાગરિકે એક ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરી છે. વીડિયોમાં અમેરિકન નાગરિક હોવાનો દાવો કરનાર વ્યક્તિ ભારતીયને કહે છે તમે પરોપજીવી (બીજા પર નિર્ભર) છો, તમે આક્રમણખોર છો. ઘરે જાઓ, હુમલાખોર. અમને તમે યુરોપમાં જોઈતા નથી. પોલેન્ડ માત્ર પૉલિશ માટે. તમે પૉલિશ નથી.
તમે તમારા દેશમાં પાછા કેમ નથી જતા? જોકે, વીડિયોમાં દેખાતો ભારતીય તેને ટાળવાનો પ્રયાસ કરે છે અને પૂછે છે કે તે વીડિયો કેમ બનાવી રહ્યો છે? તાજેતરની વંશીય ટિપ્પણી કયા કારણોસર થઈ હતી તે અંગે હજુ સુધી કોઇ પુષ્ટિ થઈ નથી. તેમજ આ મામલે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી.

Recommended