અમદાવાદ GMDCમા ભવ્ય ગરબાનું આયોજન કરાશે

  • 2 years ago
નવરાત્રીને લઈ રાજ્ય સરકારનું મહત્વનું આયોજન સામે આવ્યું છે. જેમાં રાજ્યમા શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. તેમાં અંબાજી અને બહુચરાજી સહિત 9

શક્તિમંદિરમાં ઉજવણી થશે. તેમજ અમદાવાદ GMDCમા ભવ્ય ગરબાનું આયોજન કરાશે. તથા કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું થશે આયોજન

નવરાત્રી એક હિંદુ તહેવાર છે જે દેશમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શારદા (ઓક્ટોબર-નવેમ્બર) દરમિયાન. નવરાત્રી શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવ રાત થાય

છે અને આ બંને મહિનામાં નવ દિવસનો તહેવાર છે. દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેઓ આ નવ દિવસો દરમિયાન ઉપવાસ

કરે છે, તેના માટે ખાસ ખોરાક અને પીણાં તૈયાર કરાય છે. તથા નવરાત્રીના અલગ પોશાક પહેરે છે.

26મી સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે

જો તમે તારીખો વિશે વિચારી રહ્યાં હોવ તો, 2022માં 26મી સપ્ટેમ્બરથી 04મી ઓક્ટોબરની વચ્ચે શારદા નવરાત્રી ઉજવવામાં આવશે. અને આગામી ચૈત્ર નવરાત્રિ 21મી માર્ચ 2023થી

30મી માર્ચ 2023ની વચ્ચે ઉજવવામાં આવશે.

Recommended