વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા: લોકોને સાબરમતીના કાંઠે ન જવા સુચના

  • 2 years ago
સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાથી ડેમમાંથી સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લીધે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. આથી વાસણા બેરેજના 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતીમાં સતત પાણીના જથ્થાનો વધારો થવાથી અમદાવાદ શહેર અને જીલ્લાના નદી કાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદ શહેરમાં આવેલો સાબરમતી રીવરફ્રન્ટ વોક વે પણ મુલાકાતીઓ માટે બંધ કરવાની ફરજ પડી હતી.

Recommended