માતા-પિતાએ જીવતી દાટી દિધેલી બાળકીનું આખરે થયુ મોત

  • 2 years ago
તાજેતરમાં હિંમતનગરથી ચોંકાવનાર સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક નવજાત બાળકીએ તેના માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિંમતનગરમાં ચાલી

રહી હતી. પણ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે જમીનમાં દાટેલી બાળકી મળી આવ્યા બાદ હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે તેનું વજન એક કિલો હતું અને સાતમા મહીનાની હતી. તો તેના

શરીરમાં અવયવોનો વિકાસ નહિ થવાથી ચેપનું પ્રમાણ વધુ હતું. તથા કમળાની અસર પણ થઇ હતી. તેથી સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. અને આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.

Recommended