સૌરાષ્ટ્ર લમ્પીના વધુ 1076 કેસ નોંધાયા

  • 2 years ago
ગુજરાતમાં લમ્પી વાયરનો કહેર યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર લમ્પીના વધુ 1076 કેસ નોંધાયા છે. તથા 24 કલાકમાં વધુ 35 પશુના થયા મોત થયા છે. તેમજ દ્વારકામાં 293, મોરબીમાં

181 કેસ, ભાવનગરમાં 153, રાજકોટમાં 149 કેસ સાથે જામનગરમાં 119, સુરેન્દ્રનગરમાં 88 કેસ આવ્યા છે.

અત્યાર સુધી 61,998 હજાર પશુઓનું રસીકરણ કરાયું

ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં 37, પોરબંદરમાં 23 કેસ સાથે સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત છે. તેમજ અમરેલી 21 અને ગીર સોમનાથમાં 12 કેસ સામે આવ્યા છે. તથા પાટણ

જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં જિલ્લામાં લમ્પીના વધુ 60 કેસ નોંધાયા છે. તથા અત્યાર સુધી લમ્પીના 575 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વઘુ કેસ સાંતલપુર

તાલુરામાં છે. તેમજ અત્યાર સુધી 61,998 હજાર પશુઓનું રસીકરણ કરાયું છે.

તમામ ગામોમાં સર્વે કરાયો

જિલ્લામાં 3 મળી કુલ અત્યાર સુધીમાં 33 પશુઓના મોત થયા છે. તેમજ પાટણ જિલ્લાના 168 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. તેમજ લમ્પી વાયરસના કહેરને લઈ અત્યાર

સુધીમાં તમામ ગામોમાં સર્વે કરાયો છે.

Recommended