ખંભાળિયામાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો

  • 2 years ago
ખંભાળિયામાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત શખ્સોએ છરી સાથે ધમાલ મચાવી હતી. તેમજ શખ્સ છરી સાથે લોકોને ધમકાવતો નજરો પડ્યો છે. તથા
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

શહેરના મુખ્ય માર્ગો પર દારૂના નશામાં ધૂત લુખ્ખાઓએ છરી સાથે બબાલ મચાવી છે. તેમાં કૈલાસ ખીમનાથ નામના શખ્સ દ્વારા ખંભાળિયા સિટી પોલીસ ચોકીથી નજીક આવેલા જાહેર

માર્ગો પર છરી સાથે લોકોને ધમકાવતો નજરે પડ્યો છે. જેમાં જી.આર.ડી.જવાનની હાજરીમાં દારૂના નશામાં લથડિયાં ખાતો કૈલાશ ખીમનાથ છરી લઇ ખૂલ્લે આમ દાદાગીરી કરી ઝગડા

કરતો નજરે પડ્યો છે.

અત્રે ઉ્લેખનીય છે કે આ એજ કૈલાશ ખીમનાથ છે જેણ ધોળા દિવસે વેપારી પર છરી વડે હુમલો કરી લુંટ ચલાવી હતી અને ત્યાર પાસામાં ધકેલાયો હતો. ત્યારે જેલમાંથી છુટી આવ્યા બાદ

ફરી છરી વડે લોકોને ડરાવતો નજરે પડ્યો છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

Recommended