વનવિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો

  • 2 years ago
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કહેરે હાહાકાર મચાવ્યો છે. જેમાં 24 કલાકમાં 1191 કેસ નોંધાયા છે. તથા 24 કલાકમાં લમ્પી વાયરસથી 32 પશુના મોત થયા છે. તેમજ જામનગરમાં 413,

રાજકોટમાં 287 કેસ, દ્વારકામાં 274, મોરબીમાં 43, પોરબંદરમાં 28, અમરેલીમાં 32, જુનાગઢમાં 14 કેસ છે.

ગાયોના શિકાર કરનાર વનરાજો રોગચાળાનો ભોગ બનશે

ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લામાં લમ્પી વાઇરસથી ગાય જેવા પશુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી ગાયોના શિકાર કરવાથી લમ્પી વાઇરસ સિંહોમાં ન ફેલાય તે માટે વન વિભાગે

એકશન પ્લાન તૈયાર કર્યો છે. હાલ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગાયો ટપોટપ મરી રહી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો દાવાનળની જેમ ફેલાવો થઇ રહ્યો છે.

બીજી તરફ ગિર વિસ્તારના ગામડામાં દરરોજ સિંહો દ્વારા ગાયોના શિકારના થઈ રહ્યા છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોના કારણે સિંહોમાં પણ આ વાઇરસ ફેલાવાની ભિતી નકારી શકાય નહિ. આ

રોગના કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઇ રહ્યા છે. ગાયોના શિકાર કરનાર વનરાજો રોગચાળાનો ભોગ ન બને તે અંગેની કાળજી લેવા સિંહ પ્રેમીઓ દ્વારા માંગણી અને રજુઆત

કરવામાં આવી છે.

ચેપ ગ્રસ્ત પશુઓના શિકારથી લમ્પી વાઇરસ સિંહોમાં ફેલાશે!

હાલ જે લમ્પી વાઇરસ ગાયોમાં ફેલાયો છે તેને લઈને સિંહ ઉપર જોખમ ઉભું થયું છે. ત્યારે વનવિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા નેસ

વિસ્તારમાં રહેતા માલધારીઓના પશુધનમાં આ રોગ ન ફેલાય તે માટે વેક્સિન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મોટાભાગના નેસડાઓમાં વસતા પશુઓને વેક્સિનના ડોઝ આપી દેવામાં

આવ્યા છે. ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર હોય ત્યાં ગાયોને વેક્સિનની કામગીરી વેટરનરી વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે. અને આ રોગ જેનેટિક ન હોવાને લીધે

ગાયો માંથી સિંહોમાં ફેલાય તેવા કોઈ રિપોર્ટ કે માહિતી હજુ સુધી કોઈ પાસે નથી. એટલે સિંહોમાં આ રોગ ફેલાવવાની શકયતા નથી.

Recommended