શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરવા કરો શાસ્ત્રોક્ત પૂજન

  • 2 years ago
શ્રાવણ માસ એ શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો શ્રાવણ માસમાં મહાદેવને સાચી શ્રદ્ધાથી ભજવામાં આવે તો મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે પરંતુ મહાદેવનુ શાસ્ત્રોક્ત પૂજન આવશ્યક છે..તો આજની ખાસ વાતમાં શાસ્ત્રીજી જણાવશે મહાદેવની મહાપૂજા અંગે.
આજે મહાદેવના એક એવા અન્નય ધામના દર્શન કરીશુ જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે..વડોદરાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે બિરાજે છે કુબેરેશ્વર મહાદેવ જે કુબેર ભંડારી તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ પામેલ છે..આ ધામ નર્મદા નદીના કાંઠે આવેલ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડે છે..તો આવો આપણે દર્શન કરીએ આ અલૌકિક ધામના..

Recommended