અમરેલી: બિલ્ડર્સ અભય લોઢાએ કરી કરોડોની છેતરપિંડી

  • 2 years ago
મુંબઈના બિલ્ડર્સ લોબીમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમાં કરોડોની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 40 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ

છે. તેમજ આરોપીએ ફરિયાદીની 40 કરોડની મિલકત ગીરવે મુકાવી 38 કરોડની લોન અપાવી ઉચાપત કરી છે.

જામીન નામંજૂર થતા જેલ હવાલે કરાયો છે

ઉલ્લેખનીય છે કે લોન પેટાના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદિના એકાઉન્ટમા માત્ર 6 કરોડ પરત કર્યા હતા. ફરીયાદીએ લોન બાબતે તપાસ કરતા આવી કોઇ લોન મંજુર ન થઈ

હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ આરોપીઓ ફરિયાદીના મિલકતના નામની અસુતી પ્રા.લિ.કંપનીમાં અગાઉ 50 કરોડની લોન મેળવેલી હતી. જે એકાઉન્ટ NPA થઈ ગયુ હતુ. તેમજ
આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો ગેરંટેડમા મુકવી ગુનો કર્યો હતો.

અમરેલી CID ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યો હતો

આ પહેલા પણ 63 કરોડની છેતપિંડીના આરોપમાં સ્ટીલ એન્ડ પાવર પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ સુરેન્દ્ર ચંપાલાલ લોઢા, અભય નરેન્દ્ર લોઢા, અશ્વિન નરેન્દ્ર લોઢા વિરુધ્ધ ફરિયાદ

નોંધવામાં આવી હતી. બેંક દ્વારા CBI ને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે આ છેતરપિંડી વર્ષ 2014 અને 2016 વચ્ચે કરવામાં આવી હતી.