અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા સુખરૂપ સંપન્ન

  • 2 years ago
કોરોનાના 2 વર્ષના વિરામ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા રંગેચંગે અને સુખરૂપ સંપન્ન થઈ ગઈ છે. સાંજ 8:20 વાગ્યાના સુમારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા. જ્યાં ભગવાનના ત્રણેય રથની નજર ઉતારવાની વિધિ કરવામાં આવી છે. આજની રાત ભગવાન રથમાં જ બિરાજમાન રહેશે.

Recommended