થલતેજ ઉદગમ સ્કૂલનાં 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

  • 2 years ago
અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં થલતેજ ઉદગમ સ્કૂલનાં 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. તેમાં ધોરણ 7નાં એક જ વર્ગનાં 4 વિદ્યાર્થીઓ

કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ સહિત 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે.

કોરોનાના કેસ વધતાં સ્કૂલનાં વર્ગ કરાયા બંધ

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતાં સ્કૂલનાં વર્ગ બંધ કરાયા છે. જેમાં વાલીઓ સંતાનોને સાચવજો તેવી ચર્ચાઓ વેગ પકડ્યું છે. તેમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો

ડબલીંગ થઈ રહ્યા છે. તેમાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં નવા 12 કેસ નોંધાયા છે. જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે.

ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ નવા કેસ હોવાના અહેવાલ છે. સ્થિતી વણસી રહી છે. કોરોનાના કુલ 17 કેસ છે તેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં

રાયસણમાં રહેતા અને લવાડ ખાતેની રક્ષાશક્તિ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના આ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં આ અંગે

જિલ્લા આરોગ્ય તંત્રને ધ્યાન દોરી દેવામાં આવ્યું છે. હાલમાં યુનિવર્સિટીમાં એકપણ કેસ નથી. છતાં બે વિદ્યાર્થીઓ સંક્રમિત આવતાં સાવધાન રહેવું પડશે. બંને વિદ્યાર્થીઓમાં એક યુવતી

અને એક યુવક છે. બંને રાયસણ રહે છે. અને હોમઆઈસોલેશનમાં રખાયા છે. બંને વિદ્યાર્થીઓએ ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ઈન્ફોટિસીટી વિસ્તારમાં ત્રણ કેસ કોરોનાના આવ્યા

છે.

Recommended