રાહુલનું દિલધડક રેસ્ક્યુ

  • 2 years ago
છત્તીસગઢના જાંજગીરમાં સતત પાંચ દિવસ સુધી ચાલતું સૌથી મોટું બચાવ અભિયાન સફળતાપૂર્વક સમાપ્ત થયું. 60 ફૂટ નીચે બોરવેલમાં પડેલા 11 વર્ષના વિકલાંગ બાળક રાહુલ સાહુને મંગળવારે રાત્રે લગભગ 12:45 વાગ્યે બોરવેલ સુધી પહોંચવા માટે ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી, ગ્રીન કોરિડોર બનાવીને જાંજગીરથી બિલાસપુરની અપોલો હોસ્પિટલ મોકલવામાં આવ્યો. રાહુલને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રસ્તામાં નિષ્ણાંત તબીબોની ટીમ રાહુલને સ્વાસ્થ્ય સુવિધાઓ આપતી રહી.