ભાજપે ભારતની છબીને નુક્સાન પહોંચાડ્યું| વારાણસી બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા

  • 2 years ago
મોહમ્મદ પયગમ્બર પર ભાજપના બે નેતાઓની વિવાદિત ટિપ્પણી બાદ વિપક્ષ સતત કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભાજપની કટ્ટરતા દેશને વિશ્વસ્તરે નબળો પાડી રહી છે. 16 વર્ષ અગાઉના વારાણસી સીરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં દોષી ઠરેલા આરોપી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે.