સરકારી સ્કુલોમાં 3 વર્ષના બાળકો માટે પ્રિ-સ્કુલ શરૂ કરવામાં આવશે

  • 2 years ago
ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન સ્કુલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ. એનઇપીમાં સ્થાનિક ભાષાને મહત્વ આપવામાં આવ્યુ છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણ વિભાગનું આ સંયુક્ત આયોજન છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી સહિત તમામ રાજ્યના શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા. એનઇપી અંતર્ગત પ્રથમવાર એવુ બની રહ્યુ છે કે, સરકારી સ્કુલોમાં 3 વર્ષના બાળકો માટે પ્રિ-સ્કુલ શરૂ કરવામાં આવશે. ઉપરાંત શ્રી પીએમ સ્કુલ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જે શિક્ષણ નીતિની લેબોરેટરી બનશે. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની 15 હજાર સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે.

Recommended