દૂષિત પાણી કમાણી માટેનો એક સોર્સ બન્યુ

  • 2 years ago
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં દૂષિત પાણી ગંદકી નથી ફેલાવતુ પરંતુ આ દૂષિત પાણી કમાણી માટેનો એક સોર્સ બન્યુ છે. ગામમાં વપરાયેલુ પાણી નાળા સ્વરૂપે તળાવમાં એકત્રિત થઈ રહ્યુ હતુ.. પરંતુ આ દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી હતી.. ત્યારે આ ગામના લોકોએ ફક્ત દૂષિત પાણીનો નિકાલ કરવાનું જ નહીં પરંતુ દૂષિત પણીના કચરમાંથી આર્થિક ઉપાર્જન કરવાનુ નક્કી કર્યુ... જેમા યુનિસેફ સહિત અનેક સંસ્થાઓની મદદ લઈ ગામમાં ગ્રીન-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરી રોજ બે લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યુ છે. આ શુદ્ધિકરણ કરાયેલા પાણીને જૂના પડેલા કૂવામાં ઉતારી ભૂગર્ભ જળ પણ રિચાર્જ કરવામાં આવ્યુ છે.. આટલુ જ નહીં શુદ્ધિકરણ કરાયેલા પાણીમાંથી નીકળતી લીલમાંથી સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે અને આ ખાતર ગ્રામજનોને નજીવા દરે વેચવામાં આવે છે.. જેમાથી પંચાયતને આર્થિક આવક પણ ઉભી થઈ રહીછે.

Recommended