જગતજનની આરાસુરી માં અંબાની આરતીવંદના

  • 2 years ago
આજે છે વૈશાખ સુદ બારસ અને શુક્વાર..આજના દિવસે સૌ પ્રથમ કરીશું જગતજનની આરાસુરી માં અંબાની આરતીવંદના..સાથે જ કરીશું પાદરાના રણુ ગામે સ્થિત તુળજાભવાની માતાના ધામના દર્શન..જ્યાં..છેલ્લા 600 વર્ષોથી અખંડ ધુણી પ્રજવ્વલિત છે..ઉપરાંત ભજનકિર્તનને સંગ ભજીશુ મા ભગવતીનું નામ અને ખાસ વાતમાં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કકવા કમળકાકડીની માળાનો કેવો છે મહિમા તો આવો ત્યારે ઈશ્વર તત્વને પ્રાપ્ત કરવા આ યાત્રાનો આરંભ કરીએ.
આપણે જ્યારે માતાજીનાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે તેમની પાસેથી આપણી મનની ઈચ્છાઓ વ્યક્ત કરતા હોઈએ છીએ ..જે પણ માણસને જોઈતુ હોય તો ભગવાનને પ્રસન્ન કરીને તેને સાચી શ્રદ્ધાથી ભજીને તે મેળવી શકે છે.. અને દેવીદેવતાઓને પ્રસન્ન કરવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે તેમની આરતી તો ચાલો આજે શુક્રવાર હોવાથી માતાજીની આરતીનાં દર્શનથી આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ.