મહીસાગર માં દારુબંધીના ઉડયા લીરેલીરા: કડાણાના મહેસૂલ અધિકારીનો વીડિયો વાયરલ

  • last year
31મી ડિસેમ્બરની ઉજવણી પહેલાં ગુજરાતમાં દારૂબંધીના નામે દારૂના લીરેલીરા ઉડી રહ્યા છે. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મહીસાગરના કડાણામાં મહેસૂલ અધિકારીનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો છે.

જી હા દારુબંધીની સરેઆમ મજાક બનાવતા કડાણા મહેસુલી અધિકારી કેમેરામાં કેદ થયા છે. મહેસુલી અધિકારીનો દારૂ પીતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. મહીસાગર જિલ્લામાં દારુબંધીની મજાક ઉડાવતા હોય તેમ મહેસુલી અધિકારી દારૂની મજા માણી રહ્યા છે. કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમારનો વીડિયો વાયરલ થયો છે.

Recommended