ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ વિદ્યાર્થીઓનું હિયરિંગ શરૂ

  • 2 years ago
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન કામગીરી પણ પૂર્ણતાના આરે છે. બીજી તરફ બોર્ડ દ્વારા રાજ્યમાં પરીક્ષા દરમિયાન સ્ક્વોડ દ્વારા જે કોપી કેસ કરવામાં આવ્યા છે તે અને CCTV ફૂટેજના આધારે જે શંકાસ્પદ વિદ્યાર્થીઓ નક્કી કરાવામાં આવ્યાં છે તેની જિલ્લા કક્ષાએ સુનાવણી હાથ ધરવામાં આવી છે.